Wednesday, April 10, 2013



        Y    C    C    A

     યંગ ચારણ- ચારણેતર એલાયન્સ

       “મારુ રે પિયરીયું માધવપુર માં ” 
વ્યાખ્યાન શ્રૅણી અંતગઁત શ્રી યશવંત આણંદભા ગઢવી (લાંબા) ના જુદા જુદા વ્યાખ્યાનો ની હારમાળ આ વ્યાખ્યાન ના આયોજન ના વિચાર ની ઉત્પતિ  જીવન જીવવાની મનુષ્ય માત્ર  ની ચિંતા નું નિરાકરણ પોતાના ધમઁ મા  અથવા પોતાના વારસા માં મળેલ સંસ્કાર ધ્વારા નિરાકરણ કરવા  મથતો હોય છે. અને એમાં જ પુર્ણથતી હોય છે. આવા અસમંજસ થતા વતઁમાન સમાજ ના પ્રવાહ માં ચારણ અને ચારણી સાહિત્ય ખુબજ ઉપયોગી છે. એવું અમને પણ વારસા માં મળેલ સંસ્કાર ધ્વારા અનુભવાયુ છે. પરંતુ એ વારસો આજે લુપ્ત થઈ રહ્યો છે. અથવા ખુબજ અલ્પ રહ્યો છે. જેના કારણે વતઁમાન સમય ના પ્રવાહ માં ચારણ અને ચારણી સાહિત્ય એ માત્ર મનોરંજન નું એક સાધન છે. એવું વિચારકો ધ્વારા ઠસાવવા નો પ્રયાસ થઈ રહ્યો છે. પરંતુ એ સાહિત્ય તેના મુળ તત્વ તરીકે પ્રસ્થાપિત થાય અને સમાજ ને  પણ ઉપયોગી થાય માટે આ રિતે વ્યાખ્યાન દ્વારા તેની સમજ શ્રી યશવંત લાંબા ના વ્યાખ્યાન ધ્વારા ચારણી સાહિત્ય નાં પ્રકાશિત અને અપ્રકાશિત વિષયો અને તેના મુળ તત્વ ને સમજવા ના પ્રયાસ રુપે આ નાનું સરખું અયોજન કરવાનો અમારો નમ્ર પ્રયાસ છે.
 
        “ મારું રે પિયરીયું માધવપુર માં” આ વિષય ધ્વારા મ્રુત્યુ થી ભયભીત થતા મનુષ્ય ને  માતા ના ઉદર થી લઈ ને વૈશ્ર્વીક માતા એટલે કે જગત જનની ના ખોળા સુધી ની સફર નો પરિચય કરાવી મ્રુત્યુ ના ભય ને દુર કરવાનો અથવા આછેરો પરિચય શ્રી યશવંત લાંબા ધ્વારા કરવામાં આવેલ છે. જેમાં સમાય છે તેના કમઁવાદ,કમઁકાંડ,ધમઁ ની વિવિધ પરંપરા,ભકિત અને તેને ઉજાગર કરતા ચારણ કવિરાજો ની દિઘઁ દ્રષ્ટિ, ચારણોની દિવ્યતા ની ઉપાસના જેવા અનેક તત્વો ની સમજ શ્રીયશવંત લાંબા જેવા આ તત્વો  ની સમજ આપી શકે તેવા અનુભવી, તજગ્ન, વીવેચક જેમની કંઠ કહેણી,વિસરાયેલ ચારણી ઢાળો થી પરિચિત થવા જેમના દ્વારા આવા વ્યાખ્યાન થી તેમની વાણીનો લાભ લઈ માગઁદશઁન લેવાનો ચારણો અને ચારણેતર મિત્રો ભેગા મળી સહિયારો નમ્ર પ્રયાસ થાય તો આઈ શ્રી સોનલ નો સમાજ ને શિશ્ર્રિત કરવાનો સંકલ્પ પરિપૂણઁ થાય શ્રી યશવંત લાંબા ના તુલનાત્મક અભ્યાસ  ધ્વારા ચારણી સાહિત્ય – લોક સાહિત્ય ફકત મનોરંજનનું કે ટેબલ વકઁ નું નથી અને તે આપણા જીવન વ્યવહાર સાથે જોડાયેલું છે. જીવન માં ઉર્જા શકિત અને  નવો પ્રાણ પુરનાર સાહિત્ય બની રહે તેવો યંગચારણ-ચારણેતર એલાય ન્સ નો નમ્ર પ્રયાસ છે.     


      
   “માં રુ રે પિયરીયું માધવપુર માં ” વ્યાખ્યાનશ્રૅણી ના અંતગઁત વ્યાખ્યાનો ની હારમાળા નું લિસ્ટ 

વ્યાખ્યાતા : શ્રી યશવંતભાઈ  આણંદભાઈ ગઢવી ( લાંબા)

  •         માંરુ રે પિયરીયું માધવપુર માં

  •      વૈશ્વિક માત્રૃ સંસ્થા અને ચારણ આઈ પરંપરા ભાગ -૧ થી ૩

  •      લગ્ન ગીતો ભાગ ૧ અને ૨

  •     ચરજ અને સોળા ભાગ ૧ અને ૨

  •      હેમુ ગઢવી ભાગ ૧ થી ૪

  •      દેવીયાણ ભાગ ૧ અને ૨

  •      હરિરસ ભાગ ૧ અને ૨

  •      વીરરસ

  •       લોકગીતો

  •      રાસ-રાસડા-ગરબા–ગરબી

  •       ચચઁરી છંદ

  •       રેણંકી છંદ

  •       ચારણી છંદો

  •       હાલરડા

  •       કણઁ

  •       ચારણી સાહિત્ય અને સંસ્કૃતિ ભાગ ૧ થી ૩

  •       સોરઠી સંતવાણી ભાગ ૧ અને ૨

  •       લોક સાહિત્ય- ચારણી સાહિત્ય માં વર્ષા ઋતુ નું વણઁન

  •       મહાકવિ જયદેવ

  •             દુહા

  •      ચારણિ સાહિત્ય માં અશ્વ

  •             જયોતિષ શાસ્ત્ર

  •             ભગવદ ગીતા

  •             રામાયણ

  •             રામચરિત માનસ

  •             અવતાર ચરિત્ર

  •             સત્યવાન સાવિત્રી

  •             ચારણ ચારેય વેદ

  •             યુરોપ નો ચારણ

  •             વૈશાલીકી નગરવધુ આમ્રપાલી

  •       હમ ચાહતે હે અમન

  •             ચારણીસાહિત્ય માં નદી

  •             ચારણી સાહિત્ય માં અહિંસા

  •             ચારણિસાહિત્ય માં નારી

  •             લોકસાહિત્ય

  •             ચારણો અને ચારણી સાહિત્ય- મેઘાણી

  •             મરો હો જોગી મરો ભાગ ૧ અને ૨

  •             ચંડીપાઠ

  •             દેવી ભાગવત

  •             નવરાત્રી અને શકિત ઉપાસના
  •    સોળ સંસ્કારો
  •             આપણો સાહિત્યક અને સાંસ્કૃતિક વારસો

  •             બાળ વાર્તા ઓ

  •            કેસરીસિંહજી બારહટ

  •             રાજનીતિ અને ચારણ

  •             ચારણી સાહિત્ય માં સત્વ અને સૌંદયઁ






    



                              
  



No comments:

Post a Comment